Skip to main content

અનુલોમ-વિલોમ પ્રાણાયામ

ઓમકાર (ૐ) સહિત ઉજ્જયી પ્રાણાયામ

ઉજ્જયી પ્રાણાયામ એ સાયકિક શ્વસન છે. ૐ સાથે સંકળાવાથી એ એક્સલન્ટ રિલેક્સેશન અને પ્રિમેડિટેટિવ ટેકનિક બને છે. એ શીખવા માટે સરળ છે અને કોઈ પણ સમયે, રાત્રે કે દિવસે યુવાનો-વૃદ્ધો બધાં એની પ્રેક્ટિસ કરી શકે છે. તમે તમને જે પોઝિશન સૌથી વધારે કમ્ફર્ટેબલ લાગે, ખાસ કરીને સ્પાઇન, નેક અને માથું એક લાઇનમાં રહે તેટલી વાર સુધી એનો ઉપયોગ કરી શકો છો.
 

પ્રાણાયામના પાયાના નિયમો

પ્રાણાયામમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ.

સ્થળઃ

જ્યાં પ્રાણાયામ કરવા બેસો તે સ્થળ શાંત, જીવાણુ કે મચ્છર-ધૂળ-ગંદકી વિનાનું સ્વચ્છ હોવું જોઈએ. બહુ ઊંચું કે નીચું નહીં પણ સમતલ હોવું જોઈએ. ઓછામાં ઓછું પાંચ ફૂટના અંતરમાં કશું જ આસપાસ ન હોવું જોઈએ. એને માટે નીચેની જગ્યાઓ શ્રેષ્ઠ ગણી શકાયઃ (અ) નદીના સંગમ પર (બ) પર્વતની તળેટી, ગુફાઓ(ક) ગાઢાં લીલાં જંગલ (ડ) સરોવર કાંઠે આવેલ બાગ-બગીચા-ઉદ્યાન. જો આ સગવડ ઉપલબ્ધ ન હોય તો બારીઓ સાથે સ્વચ્છ અને શાંત ઓરડો કે ઘરનો એકાંત ઓરડો પણ ચાલે.