યોગ
યોગ છે બાળકો માટે અનેક રીતે લાભદાયી
હાલ દુનિયાભરમાં ભારતીય યોગ ખૂબ પ્રચલિત થઈ રહ્યો છે. સામાન્ય રીતે યુવા અને પુખ્ત વયના લોકોમાં યોગ શીખવાનું, યોગ કરવાનું વલણ જોવા મળે છે. પણ યોગ શીખવાની સાચી ઉંમર છ થી આઠ વર્ષની છે, જ્યારે હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, તેમને જે તરફ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. જો બાળકોને 6થી 12 વર્ષની અંદર યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેના તેમને ખૂબ બેનિફિટ મળે છે, જે જીવનભર કામ આવે છે.
- Read more about યોગ છે બાળકો માટે અનેક રીતે લાભદાયી
- Log in to post comments
યોગ નો ઉદ્દેશ અને યોગાસન ના લાભ
વાચકમિત્રો, આધુનિક યુગમાં યોગ ખૂબ જ પ્રચલિત થયેલ છે અને માત્ર ભારતમાં જ નહીં, બલકે દુનિયાભરમાં યોગ શીખવતાં કલાસીસ ખૂલી ગયા છે. પરંતુ ખેદની વાત એ છે કે યોગ અંગેની વિવિધ ભ્રામક માન્યતાઓ વધુ પ્રચલિત થઈ છે. ૨૧ જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિન તરીકે ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે આજે આપણે યોગ વિષે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ અને તે અંગે સાચી માહિતી પ્રાપ્ત કરીએ.
- Read more about યોગ નો ઉદ્દેશ અને યોગાસન ના લાભ
- Log in to post comments
જીવન જીવવાની શ્રેષ્ઠ કળા યોગ છે
આજની ઝડપી ગતિ જીવનમાં આવી ઘણી ક્ષણો છે જેણે આપણી ગતિને બ્રેક મારી દીધી છે. આપણી આસપાસ ઘણાં કારણો છે જે તણાવ, થાક અને ચીડિયાપણું આપે છે, જેના કારણે આપણું જીવન પરેશાન થાય છે. આવી સ્થિતિમાં જીવનને સ્વસ્થ અને શક્તિશાળી રાખવા યોગ એ રામબાણ દવા છે, જે મનને ઠંડુ રાખે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. જીવનની ગતિ યોગથી સંગીતની ગતિ પ્રાપ્ત કરે છે.
- Read more about જીવન જીવવાની શ્રેષ્ઠ કળા યોગ છે
- Log in to post comments
ઓમકાર (ૐ) સહિત ઉજ્જયી પ્રાણાયામ
ઉજ્જયી પ્રાણાયામ એ સાયકિક શ્વસન છે. ૐ સાથે સંકળાવાથી એ એક્સલન્ટ રિલેક્સેશન અને પ્રિમેડિટેટિવ ટેકનિક બને છે. એ શીખવા માટે સરળ છે અને કોઈ પણ સમયે, રાત્રે કે દિવસે યુવાનો-વૃદ્ધો બધાં એની પ્રેક્ટિસ કરી શકે છે. તમે તમને જે પોઝિશન સૌથી વધારે કમ્ફર્ટેબલ લાગે, ખાસ કરીને સ્પાઇન, નેક અને માથું એક લાઇનમાં રહે તેટલી વાર સુધી એનો ઉપયોગ કરી શકો છો.
- Read more about ઓમકાર (ૐ) સહિત ઉજ્જયી પ્રાણાયામ
- Log in to post comments
યોગ અને શાકાહારીતા
શાકાહારીતા એ વિવાદાસ્પદ વિષય છે. શાકાહારિતાની સામાન્ય રીતે ઇમોશનલી ચર્ચા થાય છે અને નૈતિક પાસા પર ઘણો જ ભાર મૂકવામાં આવે છે. માંસને અકુદરતી આહાર માનવામાં આવે છે. નોનવેજિટેરિયન-માંસાહારી એક્સ્ટ્રિમિસ્ટ્સ એવો આગ્રહ રાખે છે કે મીટ એ માણસના આહારનો જરૂરી ભાગ છે કેમ કે શરીરને પ્રોટીન મળી રહે તે માટે જરૂરી છે. એ લોકો ભારપૂર્વક જણાવે છે કે મીટના નિયમિત પૂરવઠા વિના વ્યક્તિનું આરોગ્ય કથળે છે. એમાં એ ભૂલી જવાય છે કે મીટ કંઈ પ્રોટીનનો એકમાત્ર સોર્સ નથી. બીજા ઘણા પદાર્થો છે જે શરીરને જરૂરી પ્રોટીન પૂરું પાડી શકે છે.
- Read more about યોગ અને શાકાહારીતા
- Log in to post comments
સૂક્ષ્મ વ્યાયામ
સૂક્ષ્મ એટલે અંગ્રેજીમાં જેને સટલ કહે છે. સંસ્કૃતમાં સૂક્ષ્મ એટલે અત્યંત ઝીણું. સૂક્ષ્મની હાજરી અનુભવી શકાય છે પણ દેખી શકાતી નથી. સૂક્ષ્મ યોગ એક્સલન્ટ રિલેક્સેશન ટેકનિક છે જે શારીરિક અને માનસિક શાંતિમાં વધારો કરે છે. એ યોગનું એક સ્વરૂપ છે જેમાં સૂક્ષ્મ કસરતો છે, જે પ્રેક્ટિસ કરવામાં સહેલી છે છતાં ય બહુ જ અસરકારક છે.
- Read more about સૂક્ષ્મ વ્યાયામ
- Log in to post comments
થાઇરોઇડ માટે પ્રાણાયામ અને શવાસન ઉપયોગી નીવડે
થાઇરોઇડને ગલગ્રંથિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ગલગ્રંથિ એરકન્ડિશનની જેમ કામ કરે છે. જ્યારે શરીરની મેટાબોલિક ક્રિયાઓ વધારે કામ કરતી હોય છે ત્યારે આ અંત:સ્રાવ શરીરમાં ઓછા થાય છે ત્યારે તેમની ક્રિયાઓનું સંતુલન તથા પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય આ અંત:સ્રાવ ગલગ્રંથિ થાઇરોઇડ કરે છે. .
- Read more about થાઇરોઇડ માટે પ્રાણાયામ અને શવાસન ઉપયોગી નીવડે
- Log in to post comments
યોગાસનો શીખતાં પહેલાં આટલું જાણી લો
યોગ અને યોગાસનોથી શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, પણ જો યોગાસનો ખોટી રીતે કરવામાં આવે તો શરીરને હાનિ પહોંચવાની પૂરી શક્યતા છે. માટે આસનો શીખતાં પહેલાં થોડી અગત્યની જાણકારી મેળવી લેવી ખૂબ જરૂરી છે.
સૌપ્રથમ તો એ યાદ રાખો કે આસનો કરતી વખતે સુખ એટલે કે કમ્ફર્ટનો અનુભવ થાય તે બહુ જરૂરી છે. આસનો શરીર પર બળપ્રયોગ કરીને નહીં, પણ મિનિમમ એફર્ટ સાથે કરવાના હોય છે. શરૂઆતમાં શરીર સ્ટીફ હોય છે, પણ આસનોની પ્રેકટિસ કરતાં કરતાં તેમાં ફ્લેક્સિબિલિટી આવે છે. એટલે શરૂઆતમાં શરીર જેટલું વળે તેટલું જ વાળવું. સ્નાયુઓ પર બહુ દબાણ ન આપવું.
- Read more about યોગાસનો શીખતાં પહેલાં આટલું જાણી લો
- Log in to post comments
પેટની પેઇનફુલ બીમારી પેપ્ટીક અલ્સરને યોગથી ભગાડો
પેપ્ટીક અલ્સર એટલે પેટ કે આંતરડાના અગ્રમાં કે ગ્રહણીમાં થયેલું વ્રણ કે ગૂમડું. પેપ્ટિક એટલે પાચનને લગતું અને અલ્સર એટલે ગાંઠ જેવું ગૂમડું. અલ્સર બે પ્રકારના હોય છે.
- ગેસ્ટ્રીક અલ્સર અને
- ડ્યુડેનલ અલ્સર. ગેસ્ટ્રીક અલ્સર આમાસયની દીવાલ પર થાય છે. જ્યારે ડ્યુડેનલ અલ્સર આમાસયની સાથે આંતરડાના ઉપરના ભાગમાં થાય છે.
જીવલેણ કેન્સરને યોગવિદ્યા કરે છે કેન્સલ
કેન્સર આધુનિક જીવનની સૌથી મોટી અને જીવલેવા કે જીવલેણ બિમારી ગણાય છે. આ બિમારીથી સમાજના દરેક વર્ગ પછી તે અમીર હોય કે ગરીબ જીવ જતા હોય છે. દેશમાં હજારો લોકો આ બિમારીનો ભોગ બને છે.
કેન્સર અનિયમિત કોષિકાઓના વિભાજનની પ્રક્રિયા છે, જે ગાંઠ રૂપે વિસ્તાર પામે છે અને કેન્સરનું રૂપ ધારણ કરે છે.
તમાકુ, શરાબ, ચરબીયુક્ત ભોજન, ખાદ્ય રસાયણ, વધારે તાપ, પ્રદૂષણ, શારીરિક ઈજા, દવાનું વધારે પડતું સેવન, વિષાણુ કે જીવાણુની પ્રતિક્રિયા, તનાવ કે વારસાગત કારણોસર કેન્સર થાય છે.
- Read more about જીવલેણ કેન્સરને યોગવિદ્યા કરે છે કેન્સલ
- Log in to post comments