Skip to main content

દોલાસન

સંસ્કૃત શબ્દ દોલ એટલે ઝૂલવું અથવા લોલકની માફક લટકવું. એટલે આ આસનને સ્વિંગિગ પોઝ-ઝૂલાસન કે પેન્ડ્યુલમ પોઝ કહે છે.

રીત:

  • પગ પર ટટ્ટાર ઊભા રહો. બે પગ વચ્ચે લગભગ 1 મીટર જગ્યા રાખો.
  • હાથ ઊંચા કરો અને આંગળીઓ ગરદન પાછળ ભિડાવો.
  • કોણીઓ બાજુએ પોઇંટ રહે તેમ રાખો.
  • શરીરનો ઉપલો ભાગ જમણી તરફ ટ્વિસ્ટ કરો, પગ જમીન પર સ્થિર રાખવા.
  • આગળની તરફ ઝૂકો અને માથાનો જમણા ઢીંચણને સ્પર્શ કરાવો.
  • એ જ રીતે ઝૂકેલા રહીને તમારું માથું હલાવો અને ડાબા ઢીંચણને સ્પર્શ કરાવવાનો પ્રયાસ કરો.
  • તે પછી ફરી જમણા ઢીંચણ તરફ માથું હલાવો.
  • આ રીતે 3 વાર દરેક બાજુ ધીમે ધીમે અને હળવેથી માથું ઝૂલાવતા રહો.
  • તે પછી ઊભી સ્થિતિમાં પાછા આવો. આ એક રાઉન્ડ થયો.

શ્વસન અને સાવધાનીઃ

  • જ્યારે આગળની તરફ વાંકા વળો ત્યારે ઉચ્છવાસ કાઢો અને જ્યારે ઉપર આવો ત્યારે શ્વાસ લેવો. જ્યારે સ્વિંગિંગ ચાલે ત્યારે શ્વાસ પર ધ્યાન આપો.
  • રાઉન્ડની સંખ્યા ત્રણ રાઉન્ડ કરતાં વધારે કરવા નહીં.

ફાયદાઃ

  • આ આસન તમારા કમરના ભાગનેરિલેક્સ કરે છે.
  • આખીય નર્વઝ સિસ્ટમ ટોન અપ થાય છે.
  • આખાય શરીરના સ્નાયુઓને અને સાંધાઓને લચીલા કરે છે.
  • એ ફોરવર્ડ બેન્ડિંગ આસનો માટે પ્રિપેરેટરી આસન છે.
  • એ સ્ટિફનેસથી લોઅર બેક-કમર-ને રિલેક્સ કરે છે.

ટિચર્સ ટીપ્સઃ

આપણે જન્મીએ ત્યારથી શ્વાસ લઇએ છીએ-ઉચ્છવાસ કાઢીએ છીએ અને પૃથ્વી પર જીવીએ છીએ ત્યાં સુધી એ ચાલતું રહેશે. અહીં વાત એ વધારે સારી રીતે કઈ રીતે થઈ શકે તે છે. જેમ દરેક વ્યક્તિ એકબીજાથી જુદી હોય છે તેમ આપણે બધાં જુદી રીતે વિચારીએ છીએ. જેમ કે ઘણાને નાની નાની બાબતે, કામમાં પર્ટિક્યુલર રહેવું ગમે છે. ઘણાને એવી નાની બાબતોમાં ચીકાશની ધીરજ હોતી નથી કે રસ નથી હોતો. શ્વસન પણ એ રીતે દરેક વ્યક્તિ માટે જુદું હોઈ શકે. જો તમે કેટલાક માણસોને મળશો તો તમને સારું લાગતું  હોય છે અને તેમને સાંભળવું, તેમની પાસે બેસવું ગમે છે તો કેટલાક પાસે એટલી નેગેટિવિટી લાગશે, એટલો તણાવ લાગશે કે તમારી ધીરજ, શાંતિ પણ દખલ પામી જશે. આ બધું પ્રાણને કારણે થતું હોય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રાણથી અસર કરે છે. એટલે પ્રાણાયામ એ તમારા પોતાના શ્વાસ પર કંટ્રોલ માટે છે. જ્યારે મારો પ્રાણ મારા કંટ્રોલમાં છે, તો મારા જીવનની અન્ય પ્રવૃત્તિઓ મારા કંટ્રોલમાં આવે છે. અને એટલે શ્વસનક્રિયા એ બહુ જરૂરી માર્ગ છે અને નિયમિત રીતે યોગ્ય રીતે પ્રેક્ટિસ કરવાની બાબત છે.

url