યોગ
દોલાસન
સંસ્કૃત શબ્દ દોલ એટલે ઝૂલવું અથવા લોલકની માફક લટકવું. એટલે આ આસનને સ્વિંગિગ પોઝ-ઝૂલાસન કે પેન્ડ્યુલમ પોઝ કહે છે.
- Read more about દોલાસન
- Log in to post comments
ગર્ભપિંડાસન
પિંડ એટલે અંગ્રેજીમાં ફીટસ-ભ્રૂણ. આ આસનમાં શરીરનો આકાર ગર્ભમાં રહેલ ભ્રૂણ જેવો દેખાય છે એટલે તે શબ્દશઃ ગર્ભમાં રહેલ ભ્રૂણની મુદ્રા કહેવાય છે.
આ આસન જે લોકો પદ્માસનમાં બેસે છે અને પાતળા પગ તથા હાથ છે તેઓ સરળતાથી કરી શકે છે.
- Read more about ગર્ભપિંડાસન
- Log in to post comments
પીંછ મયૂરાસન
પીંછ મયૂરાસનને પીકોકફેધર પોઝ પણ કહે છે. સંસ્કૃતમાં પિચ્છ એટલું પીંછું અને મયૂર એટલે મોર. આ પીંછ મયૂરાસન પીંછા ફેલાવેલ મયૂર અથવા કળા કરતા મોર જેવો દેખાવ આપે છે એટલે તેને પીંછ મયૂરાસન કહેવામાં આવે છે.
- Read more about પીંછ મયૂરાસન
- Log in to post comments
અધોમુખ વૃક્ષાસન
અધોમુખ એટલે નીચું મોઢું હોવું. વૃક્ષ એટલે ઝાડ. આખી ય મુદ્રા આખાય હાથના સંતુલનના આધારે છે.
- શરૂઆતમાં દીવાલનો સહારો લેવો અને તે પછી આસનની પ્રેક્ટિસ કરવી.
- જો કોઈ સહારા વિના પ્રેક્ટિસ કરતા હોવ તો આજુબાજુની સલામતી ચકાસી લેવી જેથી કદાચ પડો તો પણ વાગે નહીં.
રીત:
- Read more about અધોમુખ વૃક્ષાસન
- Log in to post comments
ઉષ્ટ્રાસન
અભયાસ્ય સેતે પાદયોગમ્ અવ્યસ્તમ્ પ્રસ્થે, નિધયાऽપિધ્રતમ્ કરાભ્યામ્ આકુંચયેત સમ્યગ્ઉદારીયગાધમ્ ઔસ્ત્રમ્ કા પિઠમ્ યોગિનો વદંતિ.
અર્થાત્
વિદ્યાર્થી (તેની બેઠક પર) આડો પડે છે. મોઢું નીચેની તરફ હાથમાં રાખી પગની આંટી મારી પાછળની બાજુ ઝૂકે છે અને તેનું મોઢું અને પેટ વિગરસલી સંકોચાય છે. યોગીઓ એને ઉષ્ટ્રાસન કે કેમલ પોઝ કહે છે.
ઉષ્ટ્રાસનના નામની વિશેષતાઃ
એ સમજાવવું અઘરું છે કે શા માટે આને ઉષ્ટ્રાસન કહે છે. સંસ્કૃત સાહિત્યમાં ઊંટનું વર્ણન કુરુપતાના નમૂના તરીકે થયું છે. પણ ખરેખર આ આસનમાં કુરુપ અથવા તો કદરૂપો ભાગ કેવળ સંકોચાયેલ મોં છે.
- Read more about ઉષ્ટ્રાસન
- Log in to post comments
સંકટાસન
વામપદમ્ સિતરમૂલમ્ સંન્યાસા ધરણીતલે પાદાન્દેના યમ્યેનઃ વેસ્તાયેત્ વામાપાદકમ્ જાનુયુગ્મે કરયુગમ્ એતત્ સંકટાસનમ્.એટલે કે
ડાબો પગ એની એડી સાથે જમીન પર મૂકી જમણા પગ વડે વર્તુળ પૂરું કરવું અને હાથ વિરુદ્ધ દિશાના ઢીંચણો પર મૂકવા (જમણા પર ડાબો અને ડાબા પર જમણો). આ અઘરી મુદ્રા છે.
આ મુદ્રાને સંકટાસન કહે છે કેમ કે એ ધારણ કરવું મુશ્કેલ છે અને ટેકનિક જોતાં ધારણ કરી રાખવું પણ અઘરું છે. સંસ્કૃતમાં સંકટ એટલે જ તકલીફ, અઘરી બાબત.
- Read more about સંકટાસન
- Log in to post comments
અશ્વિની મુદ્રામાં શીર્ષાસન
યોગિક સાહિત્યમાં મુદ્રાનો અર્થ શબ્દશઃ સીલ અથવા લોક અથવા બંધ થાય છે જે શબ્દ સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણ માટે વપરાય છે. જે સરક્યુલેટરી, નર્વસ અને ગ્લેન્ડ્યુલર સિસ્ટમ્સને અસરકારક ગણવામાં આવે છે અને એ રીતે આપણાં આંતરિક અંગોના વર્તનને અસર કરે છે.આ મુદ્રાને અશ્વિની કહે છે કેમ કે જેમ ઘોડો દોડે ત્યારે તે એનું પૂંછડું ઊંચું વાળેલું અને એનસથી દૂર રાખે છે તેમ આ મુદ્રામાં એનલ એપર્ચરનું સંકોચન અને વિસ્તરણ એ રીતે થાય છે.
- Read more about અશ્વિની મુદ્રામાં શીર્ષાસન
- Log in to post comments
જાલંધર બંધનું મહત્વ અને યોગ
પ્રાણાયામની પ્રેક્ટિસ માટે કુદરતી પાળા તરીકે યોગીઓ દ્વારા જાલંધર બંધ અથવા તો ચિનલોકનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ પ્રેક્ટિસ આંતર પ્રાણ ને આવનાર પ્રાણને રિસિવ કરવામાં તેમ જ આવનાર પ્રાણ લયબદ્ધ રીતે વહે અને તે પછી વહેંચાય તે માટે પ્રાણને મદદ કરે છે.
બંધ
બંધ એ યોગિક પ્રેક્ટિસનું નાનું પણ અગત્યનું જૂથ છે. એ ક્રિયાયોગનો જરૂરી ભાગ છે, જેમાં એ વિવિધ યોગ પ્રેક્ટિસ સાથે જોડાયેલ છે. નાડીશોધનની પ્રેક્ટિસમાં જ્યારે જાલંધર બંધ સાથે જોડાય છે ત્યારે બહુ જ લાભ કરાવે છે.
- Read more about જાલંધર બંધનું મહત્વ અને યોગ
- Log in to post comments
ઉત્થિત ત્રિકોણાસન
ઉત્થિત ત્રિકોણાસન: ઉત્થિત- વિસ્તૃત, ખેંચેલું .ત્રિકોણ-ત્રણ ખૂણાવાળો. આ સ્ટેન્ડિંગ આસન એ વિસ્તૃત ત્રિકોણની મુદ્રા છે.
- Read more about ઉત્થિત ત્રિકોણાસન
- Log in to post comments
સાઇડ બેન્ડિંગ વૃક્ષાસન
રીત:
- તાડાસનમાં ઊભા રહો.
- જમણો પગ ઢીંચણથી વાળીને જમણી એડી ડાબા પગના સાથળના મૂળને અડાડીને રાખો. બાકીનો પગ ડાબા સાથળ પર પગનો અંગૂઠો નીચે રહે તેમ ટેકવો.
- ડાબા પગ પર બેલેન્સ રાખીને બંને હાથ શાખાઓની માફક શરીરની આજુબાજ પ્રસારો. સારા બેલેન્સ સાથે બાજુમાં ઝૂકવા પ્રયત્ન કરો.
- શ્વાસ નોર્મલ રાખીને થોડી સેકંડો એમ જ સ્થિર રહો.
- Read more about સાઇડ બેન્ડિંગ વૃક્ષાસન
- Log in to post comments