ઉત્થિત ત્રિકોણાસન
ઉત્થિત ત્રિકોણાસન: ઉત્થિત- વિસ્તૃત, ખેંચેલું .ત્રિકોણ-ત્રણ ખૂણાવાળો. આ સ્ટેન્ડિંગ આસન એ વિસ્તૃત ત્રિકોણની મુદ્રા છે.
રીત
- તાડાસનમાં ઊભા રહો. શ્વાસ લેવો અને પગ 3 ½ ફીટ પહોળા કરવા. પગ બાજુમાં રહેવા જોઈએ. હાથ બાજુમાંથી
ઊંચા કરવા જે ખભાની સમાંતર અને હાથના પંજા જમીન તરફ રહે તેમ રાખવા.હાથ પણ જમીનને સમાંતર રાખવા.
- જમણો પગ બાજુમાં 90 અંશને ખૂણે જમણે રાખવો. તે પછી ડાબો પગ સહેજ જમણે વાળવો, ડાબા પગને અંદરથી તાણેલો રાખવો..
- ડાબો હાથ જમણા ખભાની લાઇનમાં રહે તેમ ખેંચીને રાખવો અને ધડ(ટ્રંક) એક્સ્ટેન્ડ કરવું. પગનો પાછલો ભાગ, છાતીનો પાછલા ભાગ અને નિતંબ એક લાઇનમાં હોવા જોઈએ. ડાબા હાથના અંગૂઠા તરફ એકનજરે જોઈ રહેવું.
રહી શકાય તેટલું સામાન્ય શ્વાસ સાથે આસનમાં રહેવું. જ્યારે પાછું આવવું હોય ત્યારે ધીમે ધીમે હાથ પાછા લાવવા. બીજી બાજુ ફરીથી આસન કરવું. એક વાર બંને તરફ થઈ જાય કે પછી તાડાસનમાં વિરામ લેવો.
લાભઃ
- આ આસન પગની સ્ટીફનેસ દૂર કરે છે અને સ્નાયુઓને ટોન કરે છે.
- આસન આપણને માઇન્ડ અને શરીરનું યોગ્ય અને સારું એલાઇનમેન્ટ શીખવે છે.
- એ બેક પેઇન અને નેક પેઇન (કમર અને ડોકના દુખાવા)માં રાહત આપે છે.
- ગરદનના મચકોડ, સ્ટીફનેસ વગેરેમાં રાહત આપે છે.
- એ ઘૂંટી(એન્કલ), સાથળ અને પિંડીના સ્નાયુઓને મજબૂત કરે છે.
- જો આસનને થોડી મિનિટો ધારણ કરી રખાય તો સ્પાઇન અને બેક (પીઠ) માટે થેરપી તરીકે કામ કરે છે.
સાવચેતી:
- અંતિમ મુદ્રામાં ઢીંચણથી પગ ટટ્ટાર હોય તે ધ્યાન રાખવું..
- અંતિમ મુદ્રામાં આખુંય શરીરનું વજન જે બાજુ તમે ઝૂકો છો તે બાજુ પર ન આવે તેનું ધ્યાન રાખવું..
- શરીરનું વજન ડાબી અને જમણી બાજુ પર સરખે ભાગે વહેંચવું..
- અંતિમ સ્થિતિમાં આંખો બંધ કરવી અને શરીર તથા મનની સ્ટેબિલિટી અનુભવો.
ટીચર્સ ટિપ્સઃ
યોગશિક્ષક તરીકે મેં અનુભવ્યું છે કે યોગ શીખવવાની અસર તમામ લોકો પર જુદી જુદી થાય છે. કોઈ બે જણને એકસરખી અસર થતી નથી. યોગ એ યુનિયન કહેવાય છે કેમ કે એ રોજની સામાન્ય જિંદગીના સંદર્ભમાં જોવાય છે, જેમાં દરેક વ્યક્તિ અલગતા અનુભવે છે. એને માટે બહુ સુંદર ઉદાહરણ છે. .
“એક મોટો હાથી છે જેના શરીરના અલગ અલગ ભાગને કેટલાક અંધ વ્યક્તિઓએ પકડેલ છે. દરેક અંધ વ્યક્તિ હાથીને સ્પર્શે છે અને એનું વર્ણન હાથી તરીકે કરે છે. એક જણ હાથીની પૂંછડી પકડે છે અને કહે છે કે હાથી સાપ જેવો છે. બીજો હાથીનો પગ પકડીને કહે છે કે ના ભાઈ, હાથી તો મોટા થાંભલા જેવો છે. ત્રીજો કે જેના હાથમાં હાથીના કાન છે એ બંનેને ખોટા ગણાવતા કહે છે કે હાથી તો એક પંખા જેવો છે. આમ દરેક અંધ વ્યક્તિ હાથીના કોઈ ભાગને સ્પર્શે છે અને હાથીને પોતાની રીતે વર્ણવે છે.”.
આવું જ યોગ માટે થાય છે. તમામ લોકો એ જ યોગ કરે છે પણ લાભ, એની પ્રેક્ટિસ કેવીક થાય છે તેની પર છે અને યોગને તમારા પરિપ્રેક્ષ્યમાં (પરસ્પેક્ટિવમાં) કેવી રીતે જુઓ છો તેની પર છે.
url
Article Category
- Log in to post comments