અશ્વિની મુદ્રામાં શીર્ષાસન
યોગિક સાહિત્યમાં મુદ્રાનો અર્થ શબ્દશઃ સીલ અથવા લોક અથવા બંધ થાય છે જે શબ્દ સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણ માટે વપરાય છે. જે સરક્યુલેટરી, નર્વસ અને ગ્લેન્ડ્યુલર સિસ્ટમ્સને અસરકારક ગણવામાં આવે છે અને એ રીતે આપણાં આંતરિક અંગોના વર્તનને અસર કરે છે.આ મુદ્રાને અશ્વિની કહે છે કેમ કે જેમ ઘોડો દોડે ત્યારે તે એનું પૂંછડું ઊંચું વાળેલું અને એનસથી દૂર રાખે છે તેમ આ મુદ્રામાં એનલ એપર્ચરનું સંકોચન અને વિસ્તરણ એ રીતે થાય છે.
ટેકનિકઃ
- જે રીતે કરતા હોવ તે રીતે શીર્ષાસન કરો.
- તે પછી સારું બેલેન્સ રાખીને શીર્ષાસનમાં જ બંને પગ ઢીંચણથી વાળો.
- બંને પગ એટલા જુદા રાખો જેથી તમને અશ્વિની મુદ્રાનાં કંપન અનુભવી શકાશે.
- મુદ્રા થોડી વાર ધારણ કરી રાખો અને મુદ્રાનાં કંપન (વાઇબ્રેશન્સ) કરો.
- થોડી વાર ધારણ કરી, પછી રિલેક્સ થાવ અને પાછા આવો અને શવાસનમાં થોડો વિરામ લો.
અશ્વિની દરમિયાન શ્વાસોચ્છવાસઃ
થોડી પ્રેક્ટિસ પછી એનસનું રિટ્રેક્ટ અને પ્રોટ્રેક્ટ શ્વાસની કોઈ ચોક્કસ તકલીફ વિના કરી શકાય છતાં, રિધમેટિકલી શ્વાસ લેવો હિતાવહ છે.
અશ્વિની મુદ્રાનાં સાંસ્કૃતિક અને થેરાપ્યુટિક પાસાં
- અશ્વિની મુદ્રાનાં સાંસ્કૃતિક અને થેરાપ્યુટિક પાસાં યોગ્ય રીતે સમજવા માટે પેલ્વિક ભાગમાં શી રચના છે એ જાણવી અગત્યની છે.
- એ પેલ્વિક ભાગના સ્નાયુતંત્ર માટે બહુ સારું છે અને પેલ્વિક સ્નાયુઓને ટોન કરે છે.
- એ કબજિયાત, પેલ્વિક કન્ટેન્ટ્સના પ્રોલેપ્સ અને પાઇલ્સ સામે એક સારા પ્રોફિલેક્ટિક માપદંડ તરીકે કામ કરે છે.
- એ મહિલાઓ માટે બહુ જ સારી કસરત છે જેમના પેલ્વિક મસ્ક્યુલેચરને ગર્ભાવસ્થા જેવું વિશેષ ભારણ વહેવાનું હોય છે. અશ્વિનીની નિયમિત પ્રેક્ટિસથી સરળ અને દર્દરહિત પ્રસૂતિ થઈ શકે છે.
- સગર્ભાવસ્થા પછી પણ પેલ્વિક હાડકાં મજબૂત કરવા માટે અશ્વિની મુદ્રા બહુ સારી નીવડે છે.
ટીચર્સ ટિપ્સઃ
અશ્વિનીનો અર્થ થાય છે ઘોડો. તમારે આ મુદ્રા કરતી વખતે મગજમાં ઘોડો યાદ રાખવાનો છે. જ્યારે અશ્વિની મુદ્રા રોજ પ્રેક્ટિસિંગ યોગશિક્ષકની હાજરીમાં કરવામાં આવશે તો આ મુદ્રા મગજ, શરીરને ઘોડાની માફક મજબૂત અને સક્ષમ બનાવશે.
- ઘોડાઓ ઊભા ઊભા અને આડા પડીને એમ બંને રીતે સૂઈ શકે છે. આપણે મનુષ્યો એ રીતે જીવનની તમામ પરિસ્થિતિઓમાં રિલેક્સ થઈ શકીએ, ચાહે આજુબાજુ જે થતું હોય.
- ઘોડાઓ માણસો સાથે ફ્રેન્ડલી હોય છે અને વિવિધ ક્ષેત્રો જેમ કે સ્પોર્ટસ, પોલીસ, રાજાઓની સવારી વગેરેમાં જોવા મળે છો. એ પ્રતિષ્ઠા અને હિંમતનું પ્રતીક છે. મુદ્રા પણ એ રીતે આપણા જીવનને શિસ્તભર્યું બનાવે છે જેથી આપણે તાકાત, હિંમત અને પ્રતિષ્ઠાનું પ્રતીક બની શકીએ.
- અશ્વિની મુદ્રા મૂલાધાર ચક્રને એક્ટિ કરે છે અને સેક્સ્યુઅલ એનર્જી ઘોડા જેવી આવે છે એથી માણસોની રિપ્રોડક્ટિવ સિસ્ટમ બહુ જ સ્ટ્રોંગ અને સ્ટરાઇલ બને છે.રોજ આ મુદ્રા કરવાથી તમારી સેક્સ્યુઅલ એનર્જીમાં સ્ટાલિઅન, શક્તિ આવે છે.
અશ્વિની મુદ્રાની નિયમિત પ્રેક્ટિસથી સરળ અને દર્દરહિત પ્રસૂતિ થઈ શકે છે. સગર્ભાવસ્થા પછી પણ પેલ્વિક હાડકાં મજબૂત કરવા માટે અશ્વિની મુદ્રા બહુ સારી નીવડે છે.
url
Article Category
- Log in to post comments