Bengali
English
ચક્રાસન

ચક્રાસન : આ આસનમાં શરીરની સ્થિતિ ચક્ર જેવી બનતી હોવાથી તેને ચક્રાસન કહેવામાં આવે છે. આ આસનમાં શરીરનો આકાર અર્ધ ગોળાકાર જેવો બનતો હોવાથી તેને અર્ધ ચક્રાસન પણ કહેવામાં આવે છે.
મૂળ સ્થિતિ : પીઠ પર સીધા સૂઈ જવું.
પદ્ધતિ :
- જમીન પર ચત્તા સૂઈ જાઓ.
- પછી બંને પગને ઘૂંટણમાંથી વાળી નિતંબની પાસે જમીનને પગનાં તળિયાં અડી રહે તેમ રાખો.
- બંને પગ વચ્ચે અડધા ફૂટનું અંતર રાખો. બંને હાથ કોણીમાંથી વાળી માથાની બન્ને બાજુ ગોઠવો.
- હાથની આંગળીઓ ખભા તરફ રહે તેમ બન્ને હાથ અને પગ વચ્ચે આરામદાયક અંતર ગોઠવી ધીમે ધીમે શ્વાસ લઈ બન્ને હાથ અને પગની પાયાની પાની પર દબાણ આપી પીઠને ઉપરની તરફ ઉઠાવો.
- હવે, હાથ અને પગ સીધા થશે અને માથું પણ ઊંચકાશે.
- ગરદનના સ્નાયુને ઢીલા છોડી આરામદાયક સ્થિતિમાં રાખો.
- શ્વાસોચ્છવાસ સામાન્ય રાખો.
- શરૂઆતમાં 15 સેકન્ડથી શરૂ કરી બે-ત્રણ મિનિટ સુધી આ આસન કરી શકાય.
- આ આસનમાંથી પાછા ફરતી વખતે શ્વાસને ફેફસાંમાં રોકી ધીમે ધીમે શરીરને મૂળ સ્થિતિમાં લાવો.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- બન્ને હાથ અને પગ વચ્ચે યોગ્ય અંતર રાખવું.
- હાથ અને પગ પર એકસરખું વજન આવે તેનું ધ્યાન રાખવું.
- આસન છોડતી વખતે શરીરને એકદમ ન પછાડો. ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવવું.
- ઉતાવળ બિલકુલ કરવી નહિ.
- બ્લડપ્રેશરની તકલીફ વાળી વ્યક્તિઓએ આ આસન ખૂબ જ સાવચેતીપૂર્વક અથવા કોઈ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરવું.
ફાયદા :
- આ આસનથી કરોડને સ્થિતિસ્થાપક બનાવી શકાય છે.
- હાથ, પગ અને પીઠના સ્નાયુઓ ખૂબ જ મજબૂત બને છે.
- મગજના દરેક કોષોને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળે છે.
- શ્વસનક્રિયા વધું સારી રીતે થાય છે.
- પાચનતંત્ર મજબૂત બને છે.
- તણાવમુક્તિ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.
- મહિલાઓની ગર્ભાશયની તકલીફ દૂર થાય છે.
- શ્વાસના રોગમાં ખૂબ જ ઉપયોગી છે.
- મસ્તિષ્ક દર્દ, અંધાપો તથા સર્વાઈકલ સ્પોન્ડોલાઈટીસમાં ખૂબ ફાયદાકારક છે.
- શરીરમાં સ્ફુર્તિ, શક્તિ તેમજ તેજ વધારે છે.
चक्रासन योग में शरीर का आकार चक्र / पहिए के समान होने के कारण इसे Wheel Pose भी कहा जाता हैं। धनुरासन के विपरीत होने के कारण इसे उर्ध्व धनुरासन भी कहा जाता हैं। चक्रासन यह रीढ़ की हड्डी को मजबूत और लचीला बनाने की लिए एक श्रेष्ठ आसन हैं।
चक्रासन करने की विधि
- भूमि पर बिछे हुए आसन पर चित्त होकर लेट जायें।
- घुटनों से पैर मोड़ कर ऊपर उठायें। पैर के तलुवे ज़मीन से लगे रहें।
- दो पैरों के बीच करीब डेढ़ फीट का अन्तर रखें।
- दोनों हाथ मस्तक की तरफ उठाकर पीछे की ओर दोनों हथेलियों को ज़मीन पर जमायें।
- दोनों हथेलियों के बीच भी करीब डेढ़ फीट का अन्तर रखें।
- अब हाथ और पैर के बल से पूरे शरीर को कमर से मोड़कर ऊपर उठायें।
- हाथ को धीरे-धीरे पैर की ओर ले जाकर स्मपूर्श शरीर का आकार वृत्त या चक्र जैसा बनायें।
- आँखें बन्द रखें। श्वास की गति स्वाभाविक चलनें दें।
- चित्तवृत्ति मणिपुर चक्र (नाभि केन्द्र) में स्थिर करें।
- आँखें खुली भी रख सकते हैं। एक मिनट से पाँच मिनट तक अभ्यास बढ़ा सकते हैं
चक्रासन करने के लाभ
- लकवा तथा शरीर की कमजोरियाँ दूर होती हैं।
- मस्तक, गर्दन, पीठ, पेट, कमर, हाथ, पैर, घुटने आदि सब अंग मजबूत बनते हैं।
- सन्धि स्थानों दर्द नहीं होता।
- पाचनशक्ति बढ़ती है।
- पेट की अनावश्यक चरबी दूर होती है।
- शरीर तेजस्वी और फुर्तीला बनता है।
- विकारी विचार नष्ट होते हैं।
- स्वप्नदोष की बीमारी अलविदा होती है।
- चक्रासन के नियमित अभ्यास से वृद्धावस्था में कमर झुकती नहीं।
- शरीर सीधा तना हुआ रहता है।
Aasan

Comments
- Log in to post comments
Chakrasana for Beginners l with preparatory poses l Archie's Yog
Chakrasana for Beginners