Bandh
ઉડ્ડિયાન બંધ
ઉડ્ડિયાન બંધ : ઉડ્ડિયાન શબ્દનો અર્થ ઉડવું કે ઉર્ધ્વ ગમન એવો થાય છે. બંધની આ પ્રક્રિયામાં પેઢાંના સ્નાયુઓ (abdominal organs) એકસાથે અંદરની તરફ અને ઉપરની દિશામાં ખેંચવામાં આવે છે. એથી આ બંધને ઉડ્ડિયાન બંધ તરીકે ઓળખવામાં આવે છે.
ખાસ નોંધ
ઉડ્ડિયાન બંધ પેટ સાફ થયા પછી એટલે કે ખાલી પેટે કરવો જરૂરી છે.
- Read more about ઉડ્ડિયાન બંધ
- Log in to post comments
જાલંધર બંધ
જાલંધર બંધ : સંસ્કૃતમાં જાલનો અર્થ ગુંચળું કે જાળું એવો થાય છે અને ધરનો અર્થ ધારણ કરવું કે ટેકો આપવો એવો થાય છે. જાલંધર બંધ નાડીઓના સમુહ કે ગુંચળાને ઉર્ધ્વ કરવામાં કે ઉપર ઉઠાવવામાં સહાય કરે છે.
આપણે આગળના લેખમાં જોયું કે ઉડ્ડિયાન બંધ દ્વારા નાડીસમુહોને અંદરની તરફ અને ઉર્ધ્વ દિશામાં ખેંચવામાં આવે છે. જાલંધર બંધ એ પ્રયત્નોને ઉપરના ભાગથી એટલે કે કંઠ કે ગળાના ભાગથી ટેકો આપે છે. અંગ્રેજીમાં એથી જ જાલંધર બંધને throat lock તરીકે ઓળખવામાં આવે છે.
- Read more about જાલંધર બંધ
- Log in to post comments
મૂલ બંધ
મૂલ બંધ (basal lock)
સંસ્કૃતમાં મૂલ શબ્દનો અર્થ વૃક્ષના મુળિયાં કે કોઈ વસ્તુનો આધાર એમ કરવામાં આવે છે. પરંતુ યૌગિક રીતે મૂલ શબ્દ કરોડરજ્જુનો છેક નીચેનો ભાગ કે છેડો - એ અર્થમાં વાપરવામાં આવે છે. આ બંધ કરોડરજ્જુના સૌથી નીચેના કેન્દ્ર કે મુળ સાથે સંકળાયેલો હોવાથી એને મૂલ બંધ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને basal lock કહેવામાં આવે છે.
- Read more about મૂલ બંધ
- 2 comments
- Log in to post comments