Skip to main content

પદ્માસન

पद्मासन

 પદમાસન, પગને વાળી બેસીને કરવામાં આવતા યોગાસનની સ્થિતી  છે, જે મનને શાંત કરીને તેમજ વિવિધ  શારીરિક માંદગીઓના દુ:ખને દૂર કરીને  ધ્યાન કરવામાં મદદ કરે છે. આ આસન નિયમિત કરવાથી કરનારને કમળ ની જેમ  ખીલવામાં મદદ કરે છે. તેથી જ તેનું નામ પદ્માસન છે .

 
પદ્માસન કેવી રીતે કરશો
કરોડરજ્જુને  સીધી રાખીને જમીન પર, શેત્રંજી પાથરીને  બેસો અને તમારા પગ  સીધા રાખો.
જમણાપગનો ઘુંટણ વાળીને, ડાબી જાંઘ પર મુકો, ખાતરી કરો કે આંગળીઓ અને  અંગુઠાનો ભાગ ઉપર તરફ રહે અને ઍડી પેઢાની નજીક રહે.
આ જ રીતે, ડાબા પગનો ઘુંટણ વાળીને જમણી  જાંઘ પર મુકો.
આ રીતે બંને પગ વાળીને, પગના પંજાને એકબીજાની વિરુધ્ધ  જાંઘ પર મુકો. ત્યારબાદ બંને હાથ ને હથેળી    ખુલ્લી આકાશ તરફ રહે તે રીતે  ઘુંટણ પર રાખો.
માથું સીધુ રાખો અને કરોડરજ્જુને ટટ્ટાર રાખો.
આ  સ્થિતીમાં  હળવેથી ઉંડા શ્વાસ લો અને છોડો.
 
પદ્માસનની મુદ્રાઓ
જ્યારે મુદ્રા સાથે  પદ્માસન કરવામાં આવે છે ત્યારે તે શરીરમાં શક્તિના પ્રવાહને જાગ્રુત  કરે છે, જેની આશ્ચર્યજનક  અસર જોવા મળે  છે. દરેક મુદ્રા, ઍકબીજાથી અલગ છે, અને તેના લાભ પણ. જ્યારે પદ્માસનમાં બેસો છૉ ત્યારે ચિનમુદ્રા, ચિન્મયમુદ્રા, આદિ-મુદ્રા અથવા બ્રહ્મમુદ્રાના ઉપયોગ કરીને તમારા ધ્યાનને વધુ ગાઢ બનાવી શકો છે કોઈ પણ મુદ્રામાં બેસીને થોડી મીનીટો  ઉંડા શ્વાસ લો અને શરીરમાં વહેતા શક્તિના પ્રવાહનું  અવલોકન  કરો .

પદ્માસન ( નવા લોકો માટે )
જો તમને બંને પગ વાળીને પદ્માસનમાં બેસવામાં મુશ્કેલી પડતી  હોય તો તમે માત્ર ઍક પગને વિરુધ્ધ જાંઘ પર મૂકીને અર્ધ પદ્માસનમાં  પણ બેસી શકો છો. તમે પદમાસનમાં આરામથી બેસી ન શકો, ત્યાં  સુધી આ રીતે અર્ધ પદ્માસન કરવાનું ચાલુ રાખો.

 
પદ્માસનના લાભો
પાચન ક્રિયામાં સુધારો કરે છે
મનને શાંત કરે છે
ગર્ભવતી સ્ત્રીઑને  પ્રસવ દરમિયાન મદદ કરે છે
માસીકની પ્રતિકુળતા દૂર કરે છે
પદ્માસન કરવા માટે સાવચેતી
પગના પંજા  કે  ઘુંટણમાં ઈજા  થઇ હોય ત્યારે અનુભવી શિક્ષકની દેખરેખમાં  જ પદ્માસન કરવું.


पद्मासन का अर्थ इस प्रकार द्मासन करने का अर्थ होता है कमल यानी कमल का आसन। यह योग का एक एैसा आसन है जिसमें शरीर को कमल के आसन में बैठने का आकार दिया जाता है। यह आसन केवल ध्यान में बैठने का तरीका है। लेकिन इस आसन से शरीर को काफी लाभ मिल सकते हैं। वैदिकवाटिका आपको पद्मासन के तरीकों और इसके फायदों को आप को बताएगा। ताकि आप निरोगी रह सकें।

पद्मासन का तरीका

  1. किसी समतल जगह पर एक दरी अथवा साफ कपड़ा बिछाएं।
  2. धीरे-धीरे पैरों को मोडे़ं और पैरों के पंजे को दूसरे पैर की जांघ पर आराम से रखें।
  3. एैसै ही दूसरे पैर के पंजे को पहले पैर की जांघ पर आराम से रखें। जो लोग दोनों पंजों को एक-दूसरी जांघ पर न रख सकते हों वे केवल एक ही पंजे को जांघ पर रख सकते हैं।
  4. पैरों के तलवे पेट की तरफ हों जैसे कि चित्र में दिखाया गया है।
  5. कमर, और गर्दन दोनों बिलकुल सीधे हों।
  6. अब हाथों की कुंहनियां घुटनों पर रखें।
  7. दोनों कंघे बराबर और सीधें हों।
  8. आंखों को बंद करें और हलकी श्वांस लें।

 पद्मासनकी विधि 

  • सर्वप्रथम स्थिति में आते हुए ,पैरो को सामने की ओर सीधा दायें पैर को घुटने से फोल्ड कीजिए और पंजे को बाई जाँघ पर रखिए,फिर बायें पैर को दाईं जाँघ पर रखिए,दोनो पैरों के तलवे उपर की और रखिए,कमर को बिल्कुल सीधा रखिए,हाथों को ध्यान मुद्रा में घुटनो पर रखिए ,

पद्मासन करने के लाभ

ध्यान के लिए उपयुक्त आसन है जाँघो की चरबी कम करता है मन को एकाग्र करता है चेतन्यता लाता है 

  1. यह आसन दिमाग को शांत और मन को भटकने से रोकता है।
  2. इस आसन से आपका ध्यान और ज्यादा केंद्रित होता है। 
  3. पद्मासन मेडिटेशन का एक कारगर तरीका है।
  4. इस आसन से ब्लड प्रेशर नियंत्रण में रहता है।
  5. पद्मासन गर्दन और रीढ़ की हड्डी को मजबूत और लचीला बनाता है।
  6. आपके तनाव को कम करने का सबसे सरल उपाय है ये आसन।
  7. इस आसन को नियमित करने से जाघों की और पेट की चर्बी कम होती है।  

पद्मासन करते समय की सावधानियां

  1. जो लोग घुटनों के दर्द व सूजन से परेशान हों उन्हें यह आसन नहीं करना चाहिए।
  2. वे लोग जो कमरदर्द, साइटिका और ओस्टियो अर्थराइटिज से परेशान हों वे भी इस आसन को न करें।

पद्मासन सबसे सरल आसन है और इसके फायदे भी अनेक हैं। इस आसन को सुबह-सुबह नियमित करें और धीरे-धीरे इस आसन की अवस्था में बैठनें का समय बढ़ाएं। वैदिकवाटिका आपको सलाह देता है कि कोई भी आसन करते समय कोई परेशानी आती है तो तुंरत योग विशेषज्ञ से सलाह लें।

Aasan

  • પદ્માસન

    પદ્માસન (Lotus pose) 
    પદ્માસન વિશે યોગમાર્ગના મહત્વના ગણાતા હઠયોગપ્રદીપિકા પુસ્તકમાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
     
    अथ पद्मासनम्।
    वामोरूपरि दक्षिणं च चरणं संस्थाप्य वामं तथा दक्षोरूपरि पश्चिमेन विधिना धृत्वा कराभ्यां दृढम्।
    अङ्गुष्ठौ हृदये निधाय चिबुकं नासाग्रमालोकयेदेतद्व्याधिविनाशकारि यमिनां पद्मासनं प्रोच्यते॥४४॥
    And now the lotus posture: Having placed the right foot on the left thigh and likewise the left foot on top of the right thigh; having crossed the hands behind the back until they firmly hold the big toes; and having made the chin rest on the heart i.e. chest, one should gaze at the tip of the nose. This is known as Padmāsana i.e. "the lotus posture", and brings about the destruction of the diseases for the ones who restrain themselves.

    कृत्वा सम्पुटितौ करौ दृढतरं बद्ध्वातु पद्मासनं गाढं वक्षसि सन्निधाय चिबुकं ध्यायंश्च तच्चेतसि।
    वारंवारमपानमूर्ध्वमनिलं प्रोत्सारयन्पूरितं न्यञ्चन्प्राणमुपैति बोधमतुलं शक्तिप्रभावान्नरः॥४८॥
    Placing the hands one above the other so that they form a kind of bowl, let the Yogi assume the lotus posture steadily; putting the chin firmly upon the chest and making the mind concentrated on the Self. Should a man repeatedly lead his Apāná or inhaled vital air upwards, and make his exhaled vital air go down, he obtains unparalleled wisdom through the Supreme Power.

    पद्मासने स्थितो योगी नाडीद्वारेण पूरितम्।
    मारुतं धारयेद्यस्तु स मुक्तो नात्र संशयः॥४९॥
    The Yogi who, while remaining seated in the lotus posture, keep within the subtle channels his vital air which has been inhaled through the entrances of is a Liberated Being. There is no doubt about this.
    આ આસનમાં પગનો આકાર કમળના દળ જેવો લાગતો હોવાથી આને પદ્માસન કે કમલાસન કહેવામાં આવે છે. દેખાવે સરળ લાગતા પદ્માસનને યોગમાર્ગમાં અત્યંત મહત્વનું આસન ગણવામાં આવ્યું છે. પદ્માસનમાં બેસી યોગીઓ પ્રાણાયામ, બંધ, મુદ્રા તથા કેટલાંક આસનોનો અભ્યાસ કરે છે. 

    આસનની રીત 

    1. સૌપ્રથમ પગને સીધા લંબાવી બંને પગ ભેગાં રાખી બેસો. 
    2. પછી જમણા પગને ઢીંચણથી વાળી, ડાબા હાથથી જમણા પગનો પંજો પકડી એને ડાબી જાંઘ પર એવી રીતે મૂકો કે પગની એડી પેઢુના ડાબી બાજુના સ્નાયુઓને બરાબર અડે કે દબાવે. 
    3. એવી જ રીતે ડાબા પગને ઢીંચણથી વાળી જમણા હાથની મદદથી પગના પંજાને પકડી જમણી જાંઘ પર એવી રીતે મૂકો કે એડીથી પેઢુના જમણી બાજુના સ્નાયુઓ દબાય. આમ બંને પગ ગોઠવાય ત્યારે બંને પગની એડીઓ એકમેકની પાસે આવી રહેશે. 
    4. બંને પગને ગોઠવ્યા પછી નાભિથી નીચે બંને એડીઓ ઉપર અનુક્રમે ડાબા અને જમણા હાથના પંજાને ચત્તા મૂકો. (લોપામુદ્રા) અથવા તર્જનીના (પહેલી આંગળી) છેડાને અંગૂઠાના મૂળમાં લગાવી બંને પંજાને તે તે બાજુના ઢીંચણ પર ચત્તા મુકો. (જ્ઞાનમુદ્રા).
    5. પદ્માસન કરતી વખતે મૂળબંધ (ગુદાનું આકુંચન) અને જાલંધર બંધ કરી શકાય. પદ્માસનમાં સ્થિતિ થાય ત્યારે ઢીંચણ જમીનને અડકેલા હોવા જોઈએ. સાથે સાથે શીર્ષ, કરોડરજ્જુ અને કમરનો ભાગ ટટ્ટાર હોવો જોઈએ.

    નોંધ

    1. વિવિધ પ્રકારના આસનો માટે પદ્માસન જરૂરી છે - જેમ કે બદ્ધ પદ્માસન, વીરાસન, યોગાસન, પર્વતાસન, લોલાસન, ગર્ભાસન, કુટ્કુટ્ટાસન, ભૂનમનપદ્માસન, મત્સ્યાસન, ઉર્ધ્વપદ્માસન વિગેરે.
    2. કેટલીક વ્યક્તિઓથી પદ્માસન થઈ શકતું નથી. તેઓ માત્ર એક જ પગને સાથળ પર ગોઠવી શકે છે. તેવા લોકોએ હતાશ થયા વિના ઉત્સાહપૂર્વક અભ્યાસ કરવો. થોડા સમયના અભ્યાસ પછી તેઓ શ્રમરહિત રીતે એને કરી શકશે. 
    3. શરૂઆતમાં કેટલાક સાધકોને પગમાં ઝણઝણી કે કળતર થાય તો તેથી ભયભીત ન થવું. અભ્યાસ થતાં એ બધા વિઘ્નો દૂર થશે. અશક્ત કે રોગી વ્યક્તિએ આ આસનમાં બેસવાનો દુરાગ્રહ સેવવો નહીં.
    4. આ આસન પર કેટલો સમય બેસી શકાય તે દરેક સાધકે સ્વયં નિરિક્ષણ કરી જાણવું. શ્રમ અને કષ્ટરહિત જેટલો સમય બેસાય તેટલો સમય બેસવું. એકાદ સપ્તાહ પછી એમાં પાંચ મિનિટ વધારો કરવો. એમ કરતાં એક થી ત્રણ કલાક સુધી પહોંચી શકાય. 

    ફાયદા

    1. આ આસનમાં પગના સ્નાયુઓ સંકોચાઈને દબાય છે. જેથી પગની અને ઉરુની નાડીઓ શુદ્ધ થઈ બળવાન બને છે. એથી અક્કડ થયેલા ઢીંચણો આરોગ્યવાન બને છે. 
    2. પદ્માસન કરવાથી હૃદયમાંથી પેટ તરફ શુદ્ધ લોહી વહન કરતી રક્તવાહિનીઓ દ્વારા પેઢુના ભાગને વધુ લોહી મળે છે. એથી એ પ્રદેશના અવયવો, કરોડના જ્ઞાનતંતુઓ તથા પ્રજનન ગ્રંથિઓને પોષણ મળે છે. મનોબળ વધે છે, ચંચળતા દૂર થાય છે, સ્થિરતાની પ્રાપ્તિ થાય છે તથા બ્રહ્મચર્યના પાલનમાં મદદ મળે છે. વ્યસનોથી દૂર રહેવાનું મનોબળ મળે છે.
    3. પદ્માસનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ભૂખ ઉઘડે છે, પાચનશક્તિ વધે છે, વાત-પિત્ત-કફ આદિ દોષોનું શમન થાય છે. આળસ દૂર થાય છે, સુખ-શાંતિ-શક્તિની વૃદ્ધિ થાય છે. 
    4. બહેનોના ગર્ભાશય અને બીજાશયના વ્યાધિઓ આ આસનથી મટે છે. 
    5. લાંબો સમય પદ્માસનમાં બેસવાથી પ્રાણ અને અપાનની એકતા થઈ કુંડલિની જાગૃતિમાં મદદ મળે છે. લાંબા ગાળે સાધકને સમાધિનો અનુભવ પણ થાય છે. યોગ અને ધ્યાનના માર્ગમાં આગળ વધવા માગતા સાધકો માટે પદ્માસન એ સૌથી મહત્વનું આસન છે. 
       

Comments

Pooja Mon, 12/Jul/2021 - 23:50
  • Sit on the floor. Stretch your legs out straight in front of you.
  • Bend your right leg at the knee.
  • Place your right foot on your left thigh with the help of your hands.
  • Now, fold the left leg too at the knee.
  • Once again, hold your left foot with your hands and bring it to rest on your right thigh.
  • At this point, both your feet should be close to the navel. Ensure that the soles of your feet are turned upward.
  • Stretch your arms out. Let your palms rest against your knees.
  • Sit erect while maintaining the posture.