Skip to main content

સર્વાંગાસન

સર્વાંગાસન (Shoulder Stand) 

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે તો સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી પણ કહેવામાં આવે છે. એ પરથી આ આસનનું મહત્વ અને એનાથી થતા લાભોની અગત્ય સમજાશે. આપણા શરીરમાં ગળામાં હડિયા પાછળ અત્યંત મહત્વની કંઠસ્થગ્રંથિ(Thyroid Gland) આવેલી છે. તેની ઉપર શરીર અને તેના તંત્રોની તંદુરસ્તીનો મોટો આધાર છે. આ આસન તે ગ્રંથિને તંદુરસ્ત અને કાર્યક્ષમ બનાવે છે અને તે દ્વારા દેહનાં સર્વ અંગો-સર્વ તંત્રોને તંદુરસ્ત અને કાર્યક્ષમ રાખે છે તેથી આ આસનને સર્વાંગાસન કહેવાય છે.

આસનની રીત

  1. •    સૌપ્રથમ ચત્તા સૂઈ જાઓ. બંને હાથ બાજુ પર અને બંને પગ પૂરા લંબાવેલા રાખો.
  2. •    બંને પગ જોડાજોડ સીધા રાખી જમીનથી ૩૦ અંશને ખૂણે ઊંચકો, પછી ૬૦ અંશને ખૂણે ઊંચકી ત્રણ-ચાર સેકન્ડ થોભો. પછી ૯૦ અંશને ખૂણે બંને પગ ઊભા કરો. 
  3. •    બંને પગને મસ્તક તરફ સહેજ નમાવો. હવે થાપાનો ભાગ કમર સુધી ઊઠાવી બંને પગને આકાશ તરફ ઊંચા કરો. સહેલાઈથી ન થઈ શકે તો આ વખતે બંને હાથનો બંને નિતંબની પડખે ટેકો આપો.
  4. •    ત્યાર પછી બંને હાથને આધારે શરીરનો ભાર ટેકવી, કમરને હાથના પંજા ઉપર ટેકવી કેવળ ખભો તથા માથું જ જમીન પર રહે તેમ બરડાને ધીરે ધીરે ઊંચો લઈ જઈ, શરીરને સરળ ઊભી લીટીમાં લાવો. 
  5. •    આ સમયે હાથેથી બંને પીઠ પડખે દબાણ કરી, છાતી દાઢી સાથે બરાબર દબાવો. આ સ્થિતિમાં ધડ તથા પગ એક સીધી રેખામાં આવે અને જમીન સાથે કાટખૂણે ઊભા રહે એમ થશે. હડપચીનો ભાગ કંઠકૂપ ઉપર દબાયેલો રહે તે અગત્યનું છે. ગરદનનો પાછળનો બધો ભાગ પણ જમીન સાથે લાગેલો રહેવો જોઈએ. 
  6. •    આ સ્થિતિમાં ત્રણથી પંદર મિનીટ સુધી રહો. આ આસન એકલું કરવાનું હોય ત્યારે વધુ સમય થઈ શકે પણ બીજાં આસનોની સાથે કરવામાં આવે તો વધુમાં વધુ સમય પાંચ-છ મિનિટ રાખવો. અન્ય આસનોની માફક આ આસન પણ શરૂઆતમાં ત્રીસ સેકંડથી શરૂ કરી ક્રમે-ક્રમે વધારતા જવું હિતાવહ છે. 
  7. •    નિયત સમય સુધી આસન રાખી ઊલટા ક્રમથી ધીમેથી આસન છોડવું. આંખો બંધ કરી કંઠસ્થ ગ્રંથિ પર મનને સ્થિર કરવું તેમ જ શ્વાસોચ્છવાસ સ્વાભાવિક રીતે ચાલવા દેવો.

ફાયદા

  1. •    ધીમે ધીમે આસનનો સમય વધારતા રહેવાથી વળિયાં અને પળિયાં દૂર થાય છે. રસાયણ સમાન આ આસનના અભ્યાસથી અમૃતપાનની જેમ શરીરસામર્થ્યની વૃદ્ધિ થાય છે. અંતઃકરણ શુદ્ધ થાય છે. અને ચિરયૌવનની પ્રાપ્તિ થાય છે. હઠયોગીઓના મત મુજબ પ્રતિદિન પ્રહરમાત્ર અભ્યાસ કરતા રહેવાથી સાધક મૃત્યુને જીતે છે. 
  2. •    શરીરને ઊભી સ્થિતિમાં સતત રહેવું પડતું હોવાથી પેટની અંદરના અવયવો સતત દબાણમાં રહે છે. સર્વાંગાસનમાં શરીરને ઊલટું કરાતું હોઈને અવયવો તાણ કે દબાણથી મુક્ત થાય. જેથી આ આસન નીચે ઊતરી ગયેલાં આંતરડાં, હોજરી વગેરેને યથાસ્થાને લાવવામાં અસરકારક છે.
  3. •    આ આસનથી યાદશક્તિ એટલે કે મેધાશક્તિ વધે છે. માનસિક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ઉપકારક છે.
  4. •    ગરદનના અંકોડામાંથી નીકળતી જ્ઞાનતંતુની નાડીઓ ને સબળ બનાવે છે. કંઠસ્થ ગ્રંથિ (Thyroid Gland) ને નીરોગી અને સબળ બનાવી શરીરના સર્વ અંગોને-તંત્રોને કાર્યક્ષમ અને તંદુરસ્ત બનાવે.
  5. •    રુધિરાભિસરણને વધારે ગતિમાન કરે. જેની રક્તવાહિનીઓ અશુદ્ધ થઈ નબળી થઈ ગઈ હોય તેને રક્તાભિસરણ ભારે મદદરૂપ બને.
  6. •    વીર્યની ગતિ ઉર્ધ્વ થાય છે. જેથી આ આસન સ્ત્રીપુરુષની જનનગ્રંથિ (sex gland)ને લાભકારક છે. આ આસનથી સ્વપ્નદોષ દૂર થાય છે.
  7. •    યકૃત અને બરોળના દોષો દૂર થાય છે. નિત્ય અભ્યાસક્રમથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને સમગ્ર પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે. 
  8. •    મુખ ઉપરના ખીલ અને ડાઘા દૂર થઈ ચહેરો તેજસ્વી બને છે.
  9. •    મંદાગ્નિ, અજીર્ણ, કબજિયાત, થાઈરોઈડનો અધૂરો વિકાસ, શરૂઆતની અવસ્થાનું એપેન્ડીસાઈટીસ, સારણગાંઠ, અંગવિકાર, અકાળે વૃદ્ધાવસ્થા, દમ, કફ, ચામડીનાં દર્દો, લોહીવિકાર, સ્ત્રીઓના દર્દો જેવાં કે માસિકની અનિયમિતતા, માસિકના સમયે દુખાવો, નષ્ટાર્તવ, અત્યાર્તવ વગેરે દર્દો પર આ આસન લાભકર્તા છે.
  10. •    આ આસનની બીજી પણ ઘણી આરોગ્યપ્રદ અસરો છે. તેથી આ આસન પણ શીર્ષાસનની જેમ યોગનું એક ઘણું મહત્વનું આસન છે. અને પોતાના યોગના અભ્યાસક્રમમાં દરેકે તેનો સમાવેશ કરવો જોઈએ.

સાવધાની 

  1. •    ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું.
  2. •    થોઈરોઈડના અતિવિકાસવાળા, ખૂબ જ નબળા હૃદયવાળા તથા અતિશય મેદવાળા વ્યક્તિઓએ આ આસન અનુભવીના માર્ગદર્શન વિના કરવું નહીં.
     

 

সর্বাঙ্গাসন

সর্বাঙ্গাসন
যোগশাস্ত্রে বর্ণিত এক প্রকার এক প্রকার আসন। সর্বাঙ্গ=সর্ব + অঙ্গ। শরীরের সকল অঙ্গ এই আসনে যুক্ত করা হয় বলে এর এরূপ নামকরণ করা হয়েছে। এর বর্ধিত প্রকরণ পার্শ্ব-সর্বাঙ্গাসন।

Vela (posición de yoga)

Sarvangasana (en sánscrito, सर्वाङ्गासन, AITS: sarvāṅgāsana) o postura de la vela es una asana invertida del hatha yoga. Es una postura de nivel intermedio por lo que se requieren haber practicado previamente otras asanas de nivel básico.

Existen numerosas posturas de hatha yoga. No todas tienen la misma importancia. Las posturas meditativas sentadas y las inversas (cabeza abajo) son con mucho las más conocidas y eficientes. Los practicantes del hatha yoga recomiendan que si una persona no tiene tiempo para dedicarle, es mejor concentrarse todos los días en el mismo āsana.

સર્વાંગાસન

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે તો સર્વાંગાસનને આસનોનો પ્રધાન કહેવામાં આવે છે. આપણા શરીરનાં બાહ્ય તેમ જ આંતરીક લગભગ બધાં જ અંગો પર આ આસનનો પ્રભાવ પડતો હોવાથી એને સર્વાંગાસન કહે છે. ગળા પાસે શરીરની એક બહુ જ અગત્યની ગ્રંથી થાઈરોઈડ આવેલી છે જે શરીરની તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વની છે. સર્વાંગાસન યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી થાઈરોઈડ ગ્રંથી પર સૌથી વધુ અસર થાય છે, આથી એ રીતે આ આસન શરીરનાં સર્વ અંગો પર અસર કરે છે, તેથી જ એને સર્વાંગાસન કહેવામાં આવે છે. થાઇરોઇડ ગ્રંથીના નીયમન માટે આ આસન આદર્શ ગણાય છે.

सर्वांगासन

सर्वांगासन या आसनात मानेला व शरीराच्या सर्व अंगांना ताण मिळतो.या आसनात पाय वरती करून हाताने कमरेला आधार द्यावा लागतो.


सर्वांगासन पद्धत-

सर्वाङ्गासनम्

अस्य आसनस्य रोगनिवारणशक्तिः प्रसिद्धा एव । हृदयस्य ऊर्ध्वभागस्थाः रक्तनाडयः अस्य आसनस्य परिशीलनवेलायां अधोमुखस्थाः भवन्ति इत्यतः मस्तिष्के रक्तस्य शेखरणं जायते । हृदयं प्रति रक्तप्रसारणं कुर्वतां रक्तसञ्चयिनीनां विश्रान्तिः लभ्यते इत्यतः पादयोः दृश्यमान रक्तधमनीस्थूलता नश्यति । गले वर्तमानानां स्नायूनां बलं लभ्यते । सजलांशकाङ्गारकस्य परिणामनियन्त्रणद्वारा दुर्मेदसः नाशः भवति । एवं शरीरस्य घनत्वमपि लघुः भवति ।

 

சர்வாங்காசனம்

சர்வம், அங்கம், ஆசனம் ஆகிய 3 வடமொழிச் சொற்களின் கூட்டுச் சொல்தான் சர்வாங்காசனம். சர்வம் என்றால் அனைத்து என்றும் அங்கம் என்றால் உறுப்பு என்றும் ஆசனம் என்றால் நிலை என்றும் பொருள் வழங்கப்படுகிறது. அதாவது உடல் முழுதும் பயிற்சியில் ஈடுபடும் முறைதான் சர்வாங்கசனம்.

సర్వాంగాసనము

సర్వాంగాసనము (సంస్కృతం: सर्वाङ्गसन) యోగాలో ఒక విధమైన ఆసనము. శరీరంలోని అన్ని అంగాలకు ఉపయోగపడే ఆసనం కాబట్టి దీనికి సర్వాంగాసనమని పేరు వచ్చింది.

सर्वांगासन

सर्वांगासन करने की विधि-

  • सर्वप्रथम सीधे पीठ के बल लेट जायें । 
  • दोनो हाथों को शरीर के बराबर,हथेलियाँ ज़मीन पर ,
  • अब दोनो पैरो को 30 डिग्री पर उठाइए, हाथों को कमर पर रख कर सहारा दीजिए और दोनो पैरो को 90 डिग्री के कोण बनाते हुए सीधा कर लीजिए । 
  • कोहनियाँ फर्श पर लगी रहेंगी ।  
  • ठुड्डी को सीने से सटा लीजिए।
  • कुछ देर इसी स्थिति में (5-10 सेकेंड ) रुकिये। 
  • बहुत धीरे से वापिस आइए ।

 अब आराम के लिए सीधे शवासन मे  आ जाइए।